Saturday, August 25, 2012

◠◡◠ તું છે અહી ◠◡◠

જાણું છુ કે તારો પ્રેમ નથી મળવાનો
છતા પણ એમ લાગે છે, તું છે અહી
જાણું છુ કે એ પ્રેમ ભરેલા દિવસો પાછા નહિ આવે
છતા પણ એમ લાગે છે, તું છે અહી
જાણું છુ કે આ છે ‘કેવલ’ મારો આભાસ છે
છતા પણ એમ લાગે છે, તું છે અહી
.
તું છે અહી
મારા શ્વાસમાં,
મારી ધડકનમાં,
મારા જીવમાં,
મારી રૂહ માં,
મારી યાદમાં,
તું છે અહી....................................

[તારીખ ૧૯-૪-૨૦૧૨]

Saturday, July 14, 2012

◠◡◠ મન કેમ ઉદાસ છે ◠◡◠


છવાયા છે આકાશે વાદળો
        તોય મન કેમ ઉદાસ છે
કલ-બલ કલ-બલ પંખીઓનો અવાજ
        તોય મન કેમ ઉદાસ છે
મોસમ નો આ પેલો વરસાદ
        તોય મન કેમ ઉદાસ છે
છવાય છે ધરતી પર મીઠી સુગંધ
        તોય મન કેમ ઉદાસ છે
‘કેવલ’ કોયની યાદ માં તડપતું હસે દિલ
        નય તો આ મન કેમ ઉદાસ છે

[તારીખ ૫-૪-૨૦૧૨]

Monday, June 18, 2012

◠◡◠ આજે ગઝલ લખવા બેસુ ◠◡◠


બેઠો છુ લખવાને તારી યાદમા ગઝલ,

વિચારુ છુ શબ્દ પણ લખી શકતો નથી,

કરુ છુ તને નિદોષ પ્રેમ પણ,

તારુ નામ લખી શકતો નથી,

તું છે છવાયેલ મારા દિલમાં પણ,

તારો ચહેરો બતાવી શકતો નથી,

ચાહું છુ તારી રૂહની પ્રીત ને પણ,

તારી રૂહ સુધી પહોચી શકતો નથી,

તું છે કેવલ’ ની શ્વાસ માં એટલે,

શ્વાસ પણ અટકાવી શકતો નથી,

લખુ તારા વિશે ગઝલો હઝાર પણ,

“...” વગર લખી શકતો નથી.....


[તારીખ :- ૫-૪-૨૦૧૨]

◠◡◠ એમની યાદ માં બેઠો છુ ◠◡◠

હાથમાં એમની તસવીર લઇને બેઠો છું,
જાણે યાદોની એક જમાત લઇને બેઠો છું,
કાજળભરી આંખો અને મલકાતું એ સ્મિત જોઇ,
ભાવનાઓ પર કાબુ રાખીને બેઠો છું,
એમનાં જુલ્ફોની ઘટાઓનાં વરસાદમાં,
 સુકો છું છત્તાય ભિંજાયને બેઠો છું,
નથી એક પણ આભુષણ આ તસવીરમાં,
 બસ એની સાદગીમાં ખોવાઇને બેઠો છું,
કર્યો છે એમને નિર્દોષ દિલથી પ્રેમ,
 આંખોમાં એના અઢળક પુરાવા લઇને બેઠો છું,
નથી ખબર એમને શુ તાકાત છે પ્રેમની,
સમજશે આગળ જતાં એવો વિશ્વાસ લઇને બેઠો છું,
આવશે ફરી મારી પાસે એકવાર,
એવી માન્યતા સાથે જ જીવવાનો આધાર લઇને બેઠો છું,
જખમો તો મે પણ ઘણા સહન કર્યા છે,
બસ ફરક એટલો કે હુ ‘કેવલ’ કલમ લયને બેઠો છું,
અર્થ નહોતો આંખો કાયમ માટે મીંચી દેવાનો કેમ કે,
બંધ આંખોમાં પણ “...” ની જ તસવીર લઇને બેઠો છું……..

[તારીખ :- ૫-૪-૨૦૧૨]

Sunday, June 3, 2012

મારી કલ્પના


એક રોજ ઢળતી સાંજે મેં આંખ બંધ કરી તો એક ચહેરો જોયો,
જેમ જેમ એ સાંજ ઢળતી ગઈ એમ એ ચહેરો ઝાખો પડતો ગયો,
કારણ કે એ ઢળતી સાંજ ’કેવલ’ ના જીવનની છેલ્લી સાંજ હતી.........


[તારીખ ૨૨--૨૦૧૨]

Thursday, May 31, 2012

નામ...


શી રીતે હું એને ભૂલી સકુ,
તરછોડી ગય છે એ મારો પ્રેમ,
લખુ તો બીજું શું લખું,
કેવી રીતે લખુ વ્યથા મારા પ્રેમની,
વહી ગયા આંસુ આખે મારી,
લખુ તો બીજું શું લખું,
.
.
.
આ ગઝલ માં એના નામ સિવાય બીજુ શું લખુ...
~>કેવલ નગરિયા(યાદ)